ગઢડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

  • 6:33 pm January 5, 2024
જયરાજ ડવ | બોટાદ

 

ગઢડા મુકામે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ગોવિંદસિંહ સોલંકી ઉંમર વર્ષ 32નુ હાર્ટએટેકથી મૃત્યુ થતા પોલીસ બેડામાં શોકનુ વાતાવરણ ફેલાઈ જવા પામ્યું છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર, હરપાલસિંહ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી પોતાના ઘરે બોટાદ પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રે છાતીમાં અસહ્ય દુઃખાવો શરૂ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સારવાર દરમિયાન હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું. નાની ઉંમરમાં હાર્ટએટેક મૃત્યુના બનાવો દિનપ્રતિદિન ચિંતાજનક બની રહ્યા છે. ત્યારે ગઢડા ખાતે વધુ એક યુવાન પોલીસકર્મીનુ હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટનાથી ચિંતા સાથે શોકની લાગણી ફેલાવા પામી છે.