જેતપુરના બાપુની વાડી વિસ્તારમાંથી ખુલ્લા પ્લોટમાં રાખેલ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB
- 6:37 pm January 5, 2024
હાજર ન મળેલ આરોપી સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
જેતપુર ના બાપુની વાડી વિસ્તારમાં બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાડેલા દરોડામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સમયે હાજર ન મળેલા આરોપી સામે એલસીબીએ જેતપુર સીટી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા ની રાહબરી હેઠળ હતા તે દરમ્યાન એલ.સી.બી. પીએસઆઈ ડી.જી.બડવા તથા નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, વિરરાજભાઈ ધાંધલ નાઓને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર બાપુની વાડી વિસ્તારમા આવેલ કીશાન શોપ નમના કારખાના પાસે રહેલ ખુલ્લા મેદાન માંથી બોલેરો પીકપ ગાડી રજી. નં. જી.જે. ૧૪ એ.ટી. ૮૮૦૦ વાળી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ- ૧૪૨૮ પકડી પાડલ .આરોપી બોલેરો પીકપ ગાડી રજી. નં. જી.જે. ૧૪ એ.ટી. ૮૮૦૦ નો કબ્જા ભોગવટાદાર અજય રાજુભાઈ રાઠોડ રહે. જેતપુર (પકડવા પર બાકી ) કબજે કરેલ મુદામાલ (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ ૧૪૨૮ કિ.રૂ. ૬,૮૩,૫૨૦/- (૨) બોલેરો પીકપ ગાડી રજી. નં. જી.જે. ૧૪ એ.ટી. ૮૮૦૦ કી.રૂ. ૫,૦૦,૦૦૦/- (૩) તાળપતરી નંગ - ૧ કી.રૂ. ૫૦૦/- તથા દોરડુ નંગ - ૧ કી.રૂ. ૧૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૮૪,૧૨૦/-