વિદેશી દારૂની ૧,૨૯,૮૩૪/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
- 7:03 pm January 5, 2024
મૌલિક દોશી | અમરેલી
અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમ ગઇ કાલના રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા ગામની સીમમાં જગદીશ બાબુભાઈ હરખાણીની વાડીએ આવેલ ગોડાઉનમાં હેરરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈ વાળા એકબીજાના મીલાપીપણાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.