રાધનપુર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વર્કશોપ યોજાયો

  • 7:29 pm January 5, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

આગ, પૂર, વાવાઝોડું, અકસ્માત,  જેવા સંકટ સમય માં અસરગ્રસ્તો ને મદદરૂપ થવાના માર્ગદર્શન સાથે તાલીમ અપાઈ

રાધનપુર શાખા ના સંયુક્ત ઉપક્રમે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી. જે. ચતવાણી આર્ટસ અને જે. વી. ગોકળ કોમર્સ કોલેજ માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો વર્કશોપ યોજાયો

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે   ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખા ના સંયુક્ત ઉપક્રમે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી. જે. ચતવાણી આર્ટસ અને જે. વી. ગોકળ કોમર્સ કોલેજ માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો વર્કશોપ યોજાયો હતો.  જે કાર્યકમ અંતર્ગત ગુજરાત રેડક્રોસ માં થી તજજ્ઞો તુષારભાઈ ઠક્કર અને પ્રતિકભાઇ કોષ્ટિ એ  આગ, પૂર, વાવાઝોડું, અકસ્માત,  જેવા સંકટ સમય માં અસરગ્રસ્તો ને કેવી રીતે મદદરૂપ થવું તેનું માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે સી. પી. આર. ની તાલીમ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ માં આપતકાલીન સમય માટે કોલેજ 300 ના સ્વયં સેવકો  ની  રેડક્રોસ રાજ્ય શાખા માં  નોંધણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત કોલેજ પ્રિન્સિપાલ ડૉ. સી. એમ ઠક્કર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર ના ચેરમેન ડૉ. નવીનભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન ડૉ. દિનેશભાઇ ઠક્કર, ટ્રેઝરર મહેશ રાઠોડ, ડૉ કિશોરભાઈ ઠક્કર,કાનાબાર,, કોલેજ સ્ટાફ પરિવાર સહીતના સભ્યો એ હાજરી આપી કાર્યક્રમને સફળ આયોજન અને વ્યવસ્થા નાં ભાગરૂપે ડૉ. ચિરાગ રાવલે  જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.