રણાસણ ગામે તલાટી કમ મંત્રી કાજલબેન પટેલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
- 7:30 pm January 5, 2024
અનિલ રામાનુજ | રાધનપુર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે છેલ્લા ત્રણ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા કાજલબેન પટેલ ની બદલી થતા આજરોજ રણાસણ ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં તલાટી કમ મંત્રી કાજલબેન પટેલ ને ગ્રામજનો દ્વારા વિવિધ મોમેન્ટો આપી હુંફાળી વિદાય આપવામાં આવી હતી.
પાટણ નાં ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામની અંદર તલાટી કમ મંત્રી તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા કાજલબેન પટેલ ની બદલી થતા આજરોજ તેમની વિદાય યોજવામાં આવી હતી જેમાં સરપંચ ભાનુમતી બેન પરમાર, તલાટી કમ મંત્રી સાહીલ ભાઇ, પર્વ સરપંચ જયંતિ ભાઈ પટેલ સહિત મીડિયા કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી વિદાય આપવામાં આવી હતી