દુષ્કર્મ તથા છેડતીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
- 7:34 pm January 5, 2024
વડોદરા શહેરના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ તેમજ લીસ્ટેડ અને ઇનામ જાહેર થયેલ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માનનીય પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌત તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા સાહેબ તરફથી સુચના કરવામાં આવેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા અને ACP એચ.એ.રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ છે.
ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર કે.જે.વસાવાનાઓ તેઓની ટીમના માણસો સાથે નાસતા ફરતાં આરોપીઓની ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારીત તપાસ દરમ્યાન વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૬૦૦૨૨૧૧૦૩૪/૨૦૨૧ ઈ.પી.કો. ૩૭૬(૨)(એન), ૩૫૪(ડી)(૧)(૨), ૩૨૮, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ મુજબના દુષ્કર્મ તથા છેડતીના ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રકાશ રામ શર્મા રહે. લોહામંડી પોલીસ સ્ટેશન સામે, આગ્રા, ઉત્તર પ્રદેશનો ગુનો આચરી છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હોય જે હાલમા ઉત્તરપ્રદેશ રાજ્યના આગ્રા લોહામંડી ખાતે હોવાની ચોક્કસ હકિકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ઉપરોક્ત ટીમે આગ્રા લોહામંડી પોલીસ સ્ટેશન સામે આવેલ ફુટપાથ ઉપરથી પ્રકાશ શ્રીરામ શર્માને શોધી કાઢી સદર ઇસમને હસ્તગત કરી વડોદરા ખાતે લાવી સદર ઇસમની ગુનાના કામે સઘન પુછપરછ તથા ખાત્રી તપાસ દરમ્યાન બાપોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા અઢી વર્ષથી ઇનામી નાસતો ફરતો આરોપી હોવાનુ જણાતા ક્રાઇમ બ્રાન્ચે આગળની વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
સદર આરોપીની સને ૨૦૨૧ના દુષ્કર્મ તથા છેડતી કેસમા સંડોવાયેલ હોય. આ આરોપી ગુનો આચરી વડોદરા શહેર છોડી પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે જતો રહેલ અને જુદા જુદા સ્થળોએ આશ્રય લેતો હોવાથી વડોદરા પોલીસ દ્વારા આરોપીના સરનામે અવાર નવાર તપાસ કરવામાં આવેલ પરંતુ આરોપી નહી મળી આવતાં સદર આરોપીને નાસતો ફરતો જાહેર કરવામાં આવેલ તેમજ માન. પોલીસ કમિશ્નર વડોદરા શહેરનાઓ દ્વારા આ આરોપી અંગે માહિતી આપનારને રૂપીયા ૧૦,૦૦૦/- નું ઇનામ પણ જાહેર કરવામાં આવેલ.