નવાયાર્ડ ખાતેથી દેશી હાથબનાવટના કટ્ટા, જીવતા કારતુસ સાથે એક ઇસમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

  • 7:35 pm January 5, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યમાં વાઇબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનુ આયોજન થનાર હોય કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે જે અનુસંધાને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે અગ્નીશસ્ત્રો રાખતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે માન. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ દ્વારા હથીયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને Add CP  મનોજ નિનામા , ક્રાઇમ બ્રાન્ચના DCP  યુવરાજસિંહ જાડેજા  તથા ACP  એચ.એ.રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.એફ.ચૌધરીનાઓની ટીમના આસી.સબ.ઇન્સ્પેક્ટર. એ.વી.લંગાળીયા તથા ટીમણા માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે, જુના છાણી રોડ પરથી પંડ્યા બ્રીજ તરફ એક ઓટોરીક્ષામા ગેરકાયદેસરનુ અગ્નીશસ્ત્ર વેચાણ કરવાના ઇરાદે પસાર થનાર છે જે બાતમી આધારે વોચતપાસ દરમ્યાન એક ઓટોરીક્ષા સાથે ઇસમ નામે મોહંમદપરવેજ મોહંમદઉમર પઠાણ રહે. રસુલજીની ચાલી, નવાયાર્ડ વડોદરા મુળ. બરગેન ઉત્તર પ્રદેશને શોધી કાઢી સદરી ઇસમની ઝડતી તપાસમાંથી બે જીવતા કારતુસ તથા એક મોબાઇલ ફોન મળી આવેલ તેમજ સદર ઇસમ સાથે રાખી ઓટોરીક્ષામાં તપાસ કરતા ડ્રાઇવર સીટ નિચેથી એક અગ્નીશસ્ત્ર હથીયાર દેશી હાથબનાવટનો કટ્ટો મળી આવતા. સદર ઇસમને અગ્નીશસ્ત્ર પોતાના કબ્જામાં રાખવા અંગે કોઇ લાયસન્સ કે પરવાના અંગે પુછતા સદરી ઇસમ પાસે લાયસન્સ કે પરવાનો નહી હોવાનુ જણાવતા. ક્રાઇમ બ્રાન્ચે સદરી ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ મોહંમદપરવેજ પઠાણ વિરૂધ્ધમા અગાઉ સયાજીગંજ, ફતેગંજ, સમા, વડોદરા રેલ્વે પો.સ્ટે.માં ઓવર સ્પીડીંગથી વાહન ચલાવવા, જાહેરનામા ભંગ તથા જુગાર ધારા હેઠળના ૦૪ ગુનાઓ નોંધાયેલ છે.