કરજણ તાલુકાના ૯૯ ગામ ધરાવતી સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય..

  • 7:43 pm January 5, 2024
મુકેશ અઠોરા | કરજણ

 

ગુજરાત સરકાર જયારે સ્વછતા અભિયાન ચલાવી રહી છે. મોટા મોટા બેનરો અને ટી. વી. જાહેરાતો કરતા હોય. તે માત્ર કાગળો અને જાહેરાત પૂરતું જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કરજણ તાલુકાની ૯૯ ગામ ધરાવતી કરજણ સરકારી હોસ્પિટલમાં ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કરજણ તાલુકાની આસપાસ ના લોકો મચ્છરો થી થતા મેલેરિયા જેવા ગંભીર રોગોની સારવાર અર્થે કરજણ સરકારી હોસ્પિટલે આવતા હોય છે પરંતુ કરજણ સરકારી હોસ્પિટલ માં ટાંકીઓ માંથી ઉભરતા પાણી ગટરોમાં જવાને બદલે જાહેર રસ્તા ઉપર વહેતા જોવા મળ્યા. વહેતા પાણીના કારણે જાહેર રસ્તા ઉપર પાણી ભરેલા ખાબોચિયા જોવા મળ્યા આ ખાબોચિયા માં વધારે મચ્છરોનું ઉપદ્રવ  વધી શકે છે. તો આ બાબતે ખરેખર તંત્ર દ્વારા ધ્યાન લેવું જોઈએ.અત્રે ઉલ્લેખનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સરકારી હોસ્પિટલ માં ગટરો શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. તો તંત્ર દ્વારા વહેલી તકે આ ગટરોનું મેન્ટેનન્સ કરવામાં આવે તેવીજ લોક માંગણી છે.