રાધનપુરમાં ફરી વધુ એકવાર નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે ખેડૂતો બન્યા ભોગ: સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા કેનાલ થઈ ઓવરફ્લો
- 8:06 pm January 5, 2024
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નર્મદા નિગમ ની બેદરકારી વારંવાર સામે આવી રહી છે અને કોન્ટ્રાક્ટ સાથે અધિકારીઓ ની મીલીભગત જોવા મળી રહી છે ત્યારે રાધનપુરમાં ફરી વધુ એકવાર નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે ખેડૂતો ભોગ બન્યા છે. અને રાધનપુર નર્મદા વિભાગના પાપે ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે જે કોન્ટ્રાકટર પર અધિકારીઓની રહેમ નજર જોવા મળી રહી છે.રાધનપુરના સુરકા ગામે પસાર થતી પેટા માયનોર કેનાલ ઓવરફ્લો થઈ હતી જે સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા આ કેનાલ ઓવરફ્લો થઈ હતી અને ખેડૂતો ભોગ બન્યા છે.
રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓ ની કોન્ટ્રાક્ટર પર રહેમ નજર ના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડતા ખેડુત ભોગ બન્યા છે.સુરકા ગામે પસાર થતી પેટા માયનોર કેનાલ ઓવરફ્લો થઈ હતી અને કેનાલ ઓવરફ્લો થતા ઘઉં અને મકાઈ નું વાવેતર કરેલા પાકમાં ખેતરમાં ઢીચણ સમું પાણી ભરાઈ ગયું હતુ.જે ખેતરમાં પાણી ભરાતા ખેડુતોને પાક નુકસાની ની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો નાં જણાવ્યા અનુસાર કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સફાઈ કર્યા વિના જ પાણી છોડાય છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.અને સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને ખેતરમાં પાણી ભરાતા પાક નુકસાની થાય છે જેનો સીધો ભોગ ખેડુતો બની રહ્યા છે.ત્યારે સુરકા પેટા માયનોર કેનાલમાં વારંવાર ઓવરફ્લો તેમજ ગાબડાં પડવાની ઘટના યથાવત જોવા મળી રહી છે.