હારીજ શહેરની મુખ્ય બજારમાં બે આખલા બાખડતા અફરા તફરીનો માહોલ...
- 8:08 pm January 5, 2024
હારીજમાં આખલાનો આતંક: વાહનચાલકો સહિત રાહદારીઓ બન્યા પરેશાન
પાટણ જિલ્લાના હારીજ શહેરની મુખ્ય બજારમાં બે આખલા બાખડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.હારીજ મુખ્ય બજારમાં આખલાનો આતંક જોવા મળ્યો તો વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા હતા.હારિજ ખાતે આખલાએ આતંક મચાવતા અફરા તફરી મચી ગઇ હતી અને શહેરીજનો સહિત વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા હતા.
આખલાના આતંક ને લઇને મુખ્ય બજારમાં ખરીદી કરવા આવેલ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો આખલાના યુદ્ધ જાહેર રસ્તા ઉપર થતાંની સાથેજ વાહનચાલકો રોડ રસ્તા ઉપર થંભી ગયા હતા અને ટ્રાફિક જોવા મળી હતી.આમ હારીજ શહેરમાં રખડતા આખલાઓએ અનેક વાર લોકોને અડફેટે લીધા છે.ત્યારે જવાબદાર તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.તંત્ર કયારે લગાવશે રખડતા આખલાઓ પર રોક તેવું શહેરના લોકોમાં ચર્ચા જોવા મળી હતી.અને વાહનચાલકો સહિત શહેરના વેપારીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.