રાજ્ય સરકાર/ પંચાયતના પેન્શનરોએ આવકવેરો ભરવા અંગે તાકીદ
- 8:24 pm January 5, 2024
આથી જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં જો નવું રીજીમ પસંદ કરેલ હોય તો રકમ રૂ.૭,૦૦,૦૦૦/- અને જો જૂનું રીજીમ પસંદ કરેલ હોય તો રકમ રૂ.૫,૦૦,૦૦૦/- કરતા વધુ પેન્શન મેળવતા હોય અને તેઓને પેન્શનની કુલ આવકમાંથી વિવિધ કલમ હેઠળ કરેલ રોકાણ કે ખર્ચનું ડીડકશન મેળવવું હોય તો તેની વિગત આવકવેરા ફોર્મ 12BB માં ભરી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. અન્યથા ફેબ્રુઆરી-૨૦૨૪ નાં પેન્શનમાંથી નિયમ મુજબ કુલ પેન્શન આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે. જેની નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી, ભાવનગર ની યાદીમાં જણાવાયું છે.