ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનો વિવિધ સ્પર્ધા યોજાશે

  • 8:25 pm January 5, 2024

 

સ્પર્ધામાં જોડાવા તા. ૧૬ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોની એથ્લેટિક, વોલીબોલ, ચેસ, કેરમ, અને રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. 

સ્પર્ધામાં ૬૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ જ ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ભાવનગરના સ્પર્ધકોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતેથી મેળવી જરૂરી આધાર પુરાવાઓ સાથે તા.૧૬/૦૧/૨૦૨૪ સુધીમાં રૂબરૂ જમા કરવાની રહેશે.. ત્યારબાદ આવેલ અરજી ધ્યાન પર લેવામાં આવશે નહીં. કોઈ પણ ખેલાડી યોગાસન/એથ્લેટિક માં વધુમાં વધુ ૩ ઈવેન્ટ માં ભાગ લઈ શકશે. વધુ વિગત માટે યોગેશ્વર પી. ચૌહાણ - મોબાઈલ નં. ૮૭૮૦૪૭૬૮૭૬ અથવા નીલ જોશી – મોબાઈલ નં. ૭૦૪૮૭૦૧૦૧૭ નો સંપર્ક કરવાનો રહેશે.