ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે SVEEP(સ્વીપ) કોર કમિટીની બેઠક યોજાઇ
- 8:27 pm January 5, 2024
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં SVEEP(સ્વીપ) કોર કમિટીની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે SVEEP (સિસ્ટમેટિક વોટર્સ એજેયુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન) કોર કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગેની કરેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને નવા મતદારો વધુ જાગૃત બને એ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાએ જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. એન. ચૌધરી સહિતનાં સ્વીપ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.