જેતપુરના સુધારપુર નજીક ભાદર કેનાલમાં તરતી જેતપુરના આધેડની લાશ મળી આવી

  • 8:45 pm January 5, 2024
આશિષ પાટડિયા | જેતપુર

 

જેતપુર તાલુકાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં ડુબી જવાથી તેમજ અકસ્માતે અનેક લોકોના મોત નીપજી ચુક્યા છે. ત્યારે તાલુકાના સરધારપુર ગામ વચ્ચે ભાદર કેનાલમાં એક આઘેડની લાશ તરતી હોઈ જેની જાણ આસપાસના લોકોને થઈ હતી. અને આ મામલે જેતપુર ડીજાસ્ટર વિભાગને જાણ થતાં લાશને તરવૈયાઓની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન ભાદર કેનાલમાં જેતપુરના ખોડપરા વિસ્તારમાં રહેતા આધેડ મનુભાઈ બચુભાઈ પોપટાણી ઉ.વ.62 એ અગમ્ય કારણોસર બળદેવ ધાર વિસ્તાર નજીક આવેલ કેનાલમાં છલાંગ લગાવી હોવાનું અનુમાન જાણવા મળેલ જેમની લાશ આજે 5:00 વાગે સરધારપુર નજીક પસાર થતી કેનાલ માંથી મળી આવી હતી આ બનાવને પગલે કેનાલની આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન લોકોએ પોલીસ તેમજ ડિઝાસ્ટર ટીમ અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી જેથી ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા હતા, અને તરવૈયાની મદદથી આધેડની લાશને બહાર કાઢવામાં આવી હતી. લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ જેમણે કોઈ બીમારીના પગલે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.