સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પ્રોહિબિશનના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો

  • 8:50 pm January 5, 2024

 

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી પામી હતી. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાના પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓ દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં PSIને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે. PSI સહિતના પોલીસકાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પાટણના સમી પોલીસ મથકના પ્રોહિબિશનના આરોપી જાલિમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ઝીંઝુવાડામાં હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડાના PSI કે.વી.ડાંગર અને તેમનો સ્ટાફ તેમને પકડવા માટે ગયા હતા, જ્યાં તેમના પર છરી સહિતનાં હશિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં PSI કે.વી.ડાંગર અને એક કોન્ટેબલ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે બંને આરોપીઓ પોલીસને થાપ આપીને પોતાની ક્રેટા ગાડીમાં નાસી છૂટવામાં સફળ થયા હતા.
આરોપીઓ દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં PSIને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે. PSI સહિતના પોલીસકાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.