સુરતના કીમમાં વૃદ્ધાને બંધ બનાવી લૂંટ ચલાવવાના કિસ્સામાં લૂંટારુઓની કારના CCTV ફૂટેજ મળ્યા
- 8:52 pm January 5, 2024
એજાજ શેખ | સુરત
સુરત જિલ્લાના કીમમાં લૂંટની ઘટનામાં શંકાસ્પદ કારનાં સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે લૂંટારુઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે 4 જાન્યુઆરીની સવારે વૃદ્ધાને બંધક બનાવી બે શખ્શોએ લૂંટ ચલાવી હતી.
કીમના ગણેશ નગરના મુખ્ય માર્ગ વિસ્તારમાં આ લૂંટની ઘટના બની હતી.લૂંટારુ સોનોની 4 બંગડી, ચેન, ગોલ્ડ ચેન અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.નિવૃત બેંક કર્મચારીના ઘરમાં ઘુસી લૂંટારુ ગુનાને અંજામ આપી કારમાં ફરાર થયા હોવાનું અનુમાન છે.
હાલ તો કીમ પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલે CCTV ફૂટેજના આધારે ઓળખ કરાઈ રહી છે સાથે જ પોલીસ આસપાસના વિસ્તારના CCTVની પણ તપાસ હાથ ધરી છે.