સુરત જિલ્લાના માંડવીના નવા પુલ પાસે વીજ પોલ ઉભા કરવાની કામગીરી દરમ્યાન થયો અકસ્માત, 6 કર્મચારીઓ માંડવી રેફરલ હોસ્પિટલમાં દાખલ

  • 8:53 pm January 5, 2024
એજાજ શેખ | સુરત

 

સુરત જિલ્લાનાં માંડવીના નવા પુલ પાસે 6 વ્યક્તિઓને કરંટ લાગ્યો છે. મળતા અહેવાલ પ્રમાણેસલ નવા પુલથી ધોબની નાકા સુધી વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી હતી.આ લાઇન પરથી પસાર થતી એચ.ટી લાઇન સાથે વીજપોલ અચાનક અડી જતા કરંટ પસાર થયો હતો, તે દરમ્યાન કામગીરી કરતા 6 વ્યક્તિઓને જોરદાર કરંટ લાગ્યો હતો.

કામગીરી કરતા 6 વ્યક્તિઓને જોરદાર કરંટ લાગ્યો

વીજપોલની કામગીરી કરતા આ 6 કર્મચારીઓને માંડવી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અહીં સ્ટ્રીટ લાઈટ માટે કાકરાપાર અણુમથક દ્વારા ખાનગી કંપનીને ગ્રાન્ટ આપવામાં આવી હતી.

સ્ટ્રીટ લાઈટ માટે કાકરાપાર અણુમથક દ્વારા ગ્રાન્ટ અપાઈ

ખાનગી કંપનીના માણસો દ્વાર સ્ટ્રીટ લાઈટ મુકવા માટે વીજ પોલ ઉભા કરવાની કામગીરી થઇ રહી હતી. દરમ્યાનમાં આ ઘટના સામે આવી હતી.