સુરતમાં ટ્યુશન જતી ધો.12ની વિદ્યાર્થિની સાથે છેડતી, રોમિયોએ માર્યા તમાચા

  • 8:53 pm January 5, 2024
એજાજ શેખ | સુરત

 

રાજ્યમાં યુવતીઓની સલામતીને લઈને અનેક પ્રકારના વિવાદ સામે આવી રહ્યા છે. હાલમાં સુરતમાં વિદ્યાર્થીનીઓ અસલામત હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ધો.

12ની વિદ્યાર્થીની સાથે બન્યો છે. આ બનાવ સુરતના ડિંડોલી વિસ્તારમાં બન્યો છે અને પછી માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

ઘટના અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્યુશને જતી ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવતી હતી. જ્યારે વિદ્યાર્થીની ટ્યુશન જતી ત્યારે આ રોમિયો તેને પરેશાન કરતો. અને હદ તો ત્યારે થઈ કે જ્યારે રોમિયોએ તેને હાથ પકડીને રોકી અને "મારી સાથે કેમ નથી બોલતી" કહી તમાચા માર્યા. મળતી માહિતિ અનુસાર આ રોમિયો છેલ્લા કેટલાક દિવસથી યુવતીને પરેશાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો. એટલું જ નહીં જો યુવતી વાત ન કરે તો તેને ધમકી આપતો કે તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ. 

રોમિયોની રોજની આ હરકતોથી પરેશાન થઈને યુવતીએ આખી ઘટનાની જાણ પરિવારને કરી. પરિવારે યુવતીને સાથ આપ્યો અને ડિંડોલી પોલિસ સ્ટેશનમાં રોમિયો રાહુલ પાટીલ સામે કેસ દાખલ કર્યો છે. ફરિયાદના આધારે પોલીસે તેની તપાસ પણ શરૂ કરી છે.