સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનું અપમાન કરનાર ભાજપના સભ્યને બંગડી આપી વિપક્ષનું વિરોધ પ્રદર્શન
- 8:54 pm January 5, 2024
સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષ ના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરી ને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવક નું અપમાન કર્યું હતું અને વિપક્ષ ને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા.
રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બુધવારે ગેસ સિલિન્ડર 450 રૂપિયામાં આપવા અને મધ્યપ્રદેશની જેમ મહિલાઓને 3000 રૂપિયાની સન્માન નિધિ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન પોલીસે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સહિત 30 લોકોની અટકાયત કરી હતી.
આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે આજે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને પક્ષના નેતા પાયલ સાકરિયા, શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને અન્ય અધિકારીઓએ બુધવારે સવારે વરાછા, કાપોદ્રા અને પુણાગામ વિસ્તારમાં કટ આઉટ અને પોસ્ટર-બેનરો સાથે રેલીઓ કાઢીને વિરોધ શરૂ કર્યો હતો. આ પછી બધા હીરાબાગ સર્કલ પાસે ધરણા પર બેસી ગયા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને અટકાયતમાં લઈ અલગ-અલગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આમ આદમી પાર્ટી એવી માંગ કરે છે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને 450 રૂપિયામાં ગેસ મળે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા સિલિન્ડર અને માનદ વેતન આપવું જોઈએ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને પક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે દેશમાં એક જ કાયદો હોય તો નાગરિકોને પણ સમાન લાભ મળવો જોઈએ. રાજસ્થાનમાં સસ્તો ગેસ મળી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં? તેમજ મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. AAPના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે આમ આદમી પાર્ટીએ સસ્તી લાભ મળવો જોઈએ
જ્યારે મહિલાઓને સિલિન્ડર અને માનદ વેતન આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપના લોકો તેને રેવડી કહીને બોલાવતા હતા, પરંતુ અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા આવી જ જાહેરાતો કરવામાં આવી હતી. હવે રાજસ્થાનમાં 1 જાન્યુઆરીથી 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, તો પછી ગુજરાતની જનતાને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે, જ્યાં વર્ષોથી ભાજપ બહુમતીથી જીતી રહી છે.