નકલી ચલણી નોટોની એન્ટ્રીનો મામલો: નોટ મગાવનાર આરોપીની કરાઈ ધરપકડ, સમગ્ર કૌંભાડનો પર્દાફાશ
- 8:55 pm January 5, 2024
નકલી નોટોનો કારોબાર ઝડપથી વેગે ચડ્યો છે, પરંતુ તાજેતરમાં જ નકલી નોટો ઘૂસાડનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ આરોપી બાંગ્લાદેશમાંથી નકલી ચલણી નોટો દેશમાં ઘુસાડતો હતો. આ અગાઉ પણ નકલી ચલણી નોટો (બોગસ નોટો) ઘૂસાડવાનું રેકેટ પકડાયું છે.
ત્યારે ફરી એકવાર સુરતમાં નકલી નોટનો વેપલો કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જે બોર્ડર પર નકલી નોટ છાપી દેશમાં ઘુસાડતા હતા અને વેપાર ચલાવતા હતા. પરંતુ હવે પોલીસે નોટ મંગાવનાર આ આરોપી સુમિત વર્મા જે છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ લિસ્ટમાં છે તેની સુરત પોલીસે વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
આરોપી ને પકડીને તપાસ તથા પૂછપરછ કરતા તેની પાસેથી 500ના દરની 172 નોટો કબ્જે કરાઈ હતી. એટલું જ નહિ પૂછપરછ દરમિયાન માલૂમ પડ્યું કે આરોપીઓની ટોળી બાંગ્લાદેશ બોર્ડર પરથી આ નકલી નોટોનો કારોબાર ચલાવતા હતા.
આ પહેલા સુરતના જ એક શખ્સ સુરેશ માવજીભાઈ નામના આરોપીની નકલી નોટ મામલે સંડોવણી સામે આવી હતી અને અન્ય આરોપી જૂનાગઢમાંથી ઝડપાયો હતો. તેમજ તે પહેલા પશ્ચિમ બંગાળના માલદામાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન એનઆઈએ એ તાહીર શેખને ઝડપ્યો હતો. આ સમગ્ર મામલાની ગંભીરતા જોતાં પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે.