સુરતમાં 88 લાખના હીરાની લૂંટ: કામરેજ નજીક હીરાનો વેપારી લૂંટાયો

  • 8:57 pm January 5, 2024
એજાજ શેખ | સુરત

 

રાજ્યમાં વિવિધ સ્થાનો પર ચોરીની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે સુરતના કામરેજ રોડ પર ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી અંદાજે 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના એક આંગડિયા પેઢીના કર્મચારીના અપહરણ બાદ લૂંટ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં આંગડિયાનો કર્મચારી મહિધરપુરાથી બસમાં બેઠો હતો ત્યારે કામરેજ રોડ પર બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે. 

આ વચ્ચે અંદાજે રૂ.88 લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી રહી છે. આટલી મોટી ચોરીની ઘટના બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વચ્ચે શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે હદને લઈ વિવાદ પણ સામે આવી રહ્યો છે. ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈ વિવાદ ચાલ્યો છે. 

જ્યારે આ ઘટના અંગે પ્રારંભિક માહિતી અનુસાર, પટેલ ડી.પ્રવિણકુમાર આંગડિયા પેઢીનો કર્મચારી હોવાની માહિતી સામે આવી છે. તેમજ બસમાંથી કર્મચારીને નીચે ઉતારી લૂંટ ચલાવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં પોલીસ દ્વારા ચોરી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. 

બીજી તરફ આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, વેપારીને રિવોલ્વર બતાવી ટુવ્હિલર પર વચ્ચે બેસાડવામાં આવ્યો હતો. જે બાદ લૂંટારૂઓએ કામરેજ નજીક વેપારીને રસ્તામાં ઉતારી દીધો હતો. અને 88 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.