ભાવનગર શહેરના સીદસર રોડ પાસે આવેલ જગદીશ્વર પાર્કના રહેણાંકી મકાનમાં ચોરી..

  • 9:13 pm January 5, 2024

 

ભાવનગર શહેરના સીદસર રોડ પાસે આવેલ જગદીશ્વર પાર્કમાં રહેતો પરિવાર ઉપરના રાત્રીના સમયમાં ઉપરના રૂમમાં સુતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તાળું તોડી નીચેના રૂમમાં પ્રવેશી અને ઘરમાં રખાયેલા સોના-ચાંદીમાં દાગીના અને રોકડ સહીતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. ચોરીની ઘટના અંગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના સીદસર રોડ પર આવેલા એક મકાનમાં ચોરીની ઘટના બની છે જેમાં શહેરના સીદસર રોડ પર આવેલા જગદીશ્વર પાર્કમાં રહેતા અતુલભાઈ ત્રિવેદી પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ પરિવાર રાત્રીના સમયે પોતાના નીચેના રૂમમાં તાળું મારી અને ઉપર સુવા જાય છે. ગત મોડીરાત્રે અજાણ્યા શખ્સો મોકાનો લાભ લઇ પરિવાર સૂતો હતો. તે દરમિયાન પોતાની કળા આજમાવી અને પરિવાર ઉપરના રૂમમાં સુતા હોવા છતાં નીચેના રૂમના તાળા તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશી અને કબાટ સહીતની જગ્યાઓ પર રખાયેલા દાગીના ઉઠાવી નાસી છૂટ્યા હતા. અજાણ્યા તસ્કરો સોનાની ચૂક, ચાંદીનું નાળિયેર, લક્કી, વીંટી અને અંદાજે રૂપિયા 7000 રોકડ રકમ લઇને ફરાર થઈ ગયા હતા. જયારે અતુલભાઈ અને પરિવારજનો સવારે જાગી તપાસ કરતા ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા પોતાના ઘરે ચોરી થયાની ઘટના અંગે પોલીસને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.