લુણાવાડા નગરના મધવાસ દરવાજા પાસે બીમાર અવસ્થામાં પડેલી ગાયને ગૌ સેવકો દ્વારા સારવાર આપવામાં આવી

  • 5:14 pm January 7, 2024
ભીખાભાઈ ખાંટ | મહીસાગર

 

ભારત દેશમાં ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે સેવાભાવી સંસ્થાઓ પણ અનેક ગાયોના સેવાનું કામ કરે છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલ મધવાસ દરવાજા પાસે હાજીજીયું પટેલ હાઈસ્કૂલ પાસે બે દીવસ થી ગાય પડી રહી હતી બીમાર અવસ્થામાં હોવાનો કારણે ત્યાંથી તે હરી ફરી સકતી ન હતી અને તેનુ વાછરડું પણ ત્યા જ ફરતું હતું આ વાત ની જાણ કેટલાક સેવાભાવી યુવાનો ને થતા તે સ્થળ પર પહોંચી ગયા હતા અને બે દીવસ થી કચરાના ઢગલામાં પડેલી ગાયને બહાર કાઢી હતી.સેવાભાવી યુવાનો દ્વારા કેશવ ગૌ શાળા વીરપુર નો સંપર્ક કરવામાં આવ્યો અને ગાય અને વાછરડા ને કેશવ ગૌ શાળા વીરપુર ખાતે મોકલી આપી સેવાનું ઉત્તમ ઉદાહણ પૂરું પાડ્યું છે. ત્યારે વીરપુર કેશવ ગૌ શાળા ના દિલીપ ભાઈ પ્રજાપતિ એ પણ લોકો ને અપીલ કરી છે કે કોઈ પણ દિવ્યાંગ, બીમાર ગાય જોવા મળે તો કેશવ ગૌ શાળા નો સંપર્ક કરવો, ત્યારે ગાયો માટે સેવા કરતી આવી સંસ્થાઓ અને ગૌ પ્રેમી લોકો ના હદય માં ગાયો પ્રત્યે નો પ્રેમ આજે પણ જોવા મળી રહ્યો છે.