દેવગઢબારિયાના ઉધાવળા ગામની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

  • 5:15 pm January 7, 2024
જાબીર શુકલા | દેવગઢબારિયા

 

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ નાઓ દ્વારા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે એક બીડું ઉઠાવ્યું છે. કે, કોઈ પણ ગરીબ લાભાર્થી લાભોથી વંચિત ના રહી જાય તેના માટે સ્થળ પરજ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તેનો લાભ તાત્કાલિક લેવો તેવી અપીલ :- મંત્રી બચુભાઈ ખાબડ

દેવગઢ બારીયાના ઉધાવળા ગામે પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમની સુરુઆત કરતાં સૌપ્રથમ દીપ પ્રગટાવી આગળ વધાવવામાં તે પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડનું પણ ઉપસ્થિત પદાઅધિકારઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ સમગ્ર યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર થકી જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ , ઉધાવળા ગામના યુવા મહિલા સરપંચ સમીરાબેન આર. કમાલવાળા , ગ્રામ પંચાયતના સભ્યો , તલાટી કમમંત્રી સહિત નાઓએ આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભો મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકારી લેવામાં આવ્યો. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે, જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી માહિતી અને જાણકારી આપી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ખાતાના અધિકારીઓ , પદાધિકારીઓ , લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.