હળવદ હાઈવે રોડ પર ઓટોરિક્ષામાં ૯૨ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો

  • 5:16 pm January 7, 2024
અમિત વિંધાણી, હળવદ

 

 

મળતી માહિતી મુજબ મોરબી  હળવદ હાઈવે રોડ પર આંદેણા ગામની સીમમાં રોડ ઉપર રામદેવ હોટલ સામે આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલા (ઉ.વ.૩૬) રહે. બનાસકાંઠા વાળો પોતાના હવાલા વાળી ઓટો રીક્ષા રજીસ્ટર નંબર -GJ-24-W8142 કિં રૂ. ૧,૦૦,૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૨ કિં રૂ. ૨૭૬૦૦ એમ કુલ કિં રૂ.૧,૨૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.