બોટાદ જિલ્લાવાસીઓ પક્ષીઓની ઈજા/મૃત્યુના બનાવ અંગે જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકશે
- 5:21 pm January 7, 2024
પક્ષીઓની ઈજા/મૃત્યુના બનાવ માટે બોટાદ જિલ્લામાં નિયત કરાયેલાં અધિકારીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરવા અનુરોધ
આપણે સૌ ઉત્તરાયણનો પર્વ ઉમંગપૂર્વક ઉજવીએ છીએ. પરંતુ આપણી પતંગ ઉડાડવાની મજા ઘણી વખત નિર્દોષ પક્ષીઓ માટે સજા બની જાય છે. પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે જીવ ગુમાવે છે. અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ મહામૂલ્ય છે. જેથી તેમને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. આ માટે ઉતરાણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી બોટાદ જિલ્લા કલેક્ટર ડૉ.જિન્સી રોયના માર્ગદર્શન હેઠળ બોટાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા-તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી દરમિયાન જો કોઈ પક્ષીઓને ઈજા થાય કે મૃત્યુ થાય તો તાલુકા પ્રમાણે સેવાભાવી વ્યક્તિઓ તથા પરિક્ષેત્ર વન અધિકારી સહિતના લોકોની ટુકડી બનાવવામાં આવી છે.
જેથી જે તે તાલુકાના વ્યક્તિઓને તા.૧૦ થી ૨૦ મી જાન્યુઆરી,૨૦૨૪ સુધી પક્ષીઓની ઈજા/મૃત્યુના બનાવ અંગે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી જાણ કરી શકશે. આ માટે બોટાદ જિલ્લા મુખ્ય મથકે કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર ૭૬૯૮૭૮૦૭૭૬ છે. બોટાદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી જીવદયાના ભાવ સાથે થાય તે માટે નાયબ વન સંરક્ષક, સમાજિક વનીકરણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કરૂણા અભિયાન (ઉત્તરાયણ પર્વ) – ૨૦૨૪ પક્ષી સુરક્ષા બાબતે બોટાદ જિલ્લા નોડલ અધિકારી આયુષ વર્મા (આઈ.એફ.એસ.) ના.વ.સં.ના ફોન નં.- ૭૬૯૮૭૮૦૭૭૬ પર સંપર્ક કરવાનો રહેશ તેમજ બોટાદ તાલુકા માટે સ્વયં સેવક આઝાદ ગ્રુપના પરેશભાઇ કોડીયાના ફોન નં. ૯૪૨૮૯૫૯૭૦૧, પી.આર.ધોડકીયા(પ.વ.અ.,બોટાદ) ૯૬૨૪૪૩૩૧૪૨ અને એમ.પી.પાવરા (વનરક્ષક બોટાદ) ૭૯૮૪૪૯૫૧૨૪નો સંપર્ક કરવાનો રહેશે. તેવી જ રીતે,રાણપુર તાલુકા માટે વી.જી.ચૌધરી (પ.વ.અ.)૯૪૨૬૨૭૧૮૩૧, બરવાળા તાલુકા માટે સી.એમ.પરમાર (ઈ.ચા.પ.વ.અ.) ૭૮૬૧૯૭૩૧૦૦ અને ગઢડા તાલુકા માટે આઇ.એસ.પ્રજાપતિ (પ.વ.અ.)૯૮૨૪૨૪૭૮૯૮ નો સંપર્ક સાધવાનો રહેશે તેમ, સામાજિક વનીકરણ વિભાગ ,બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.