દહેગામના ખેતરમાં જુગારરમતા 3 ઝબ્બે ચાર ફરાર; સ્થળ પરથી 17,510 જપ્ત કરાયા
- 5:24 pm January 7, 2024
નઈમ દિવાન
જંબુસર તાલુકાના દહેગામ ખાતે આવેલ ભીલીયા વગામાં ખેતરમાં ટોર્ચ ના અજવાળે ઈરફાન ચોક્સી કેટલાક ઈસમોને ભેગા કરી રોકડ પૈસાનો જુગાર રમી અને રમાડે છે. તેવી બાતમી મળતા પોલીસ કર્મીઓ દ્વારા સ્થળ તપાસ કરતાં સાત ઈસમો ગોળ કુંડાળું વળીને જુગાર રમતા હતા. ત્યાં પોલીસ પંચો સાથે રેડ કરતાં ચાર ઈસમો ભાગી ગયા હતા. જ્યારે ત્રણ ઇસમોને સ્થળ પરથી પકડીને તેમની તપાસ કરતાં ઇરફાન મુસા અહમદ પાસે રૂ.3700, હારુન અખ્તર પાસે રૂ. 1700 તેમજ સાબીર ઐયુબ પાસે 2,670 મળી આવ્યા હતા. તેમજ દાઉ પરથી રોકડ રૂ. 9,440 મળી કુલ 17,510 રોકડ કેશ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા પકડાયા તેમજ ફરાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.