ડેરોલગામમાં રામમંદિર અભિમંત્રિત અક્ષત કુંભ, છબીઓ અને પત્રિકાઓનું ભવ્ય શોભાયાત્રાથી વધાવીને ઘેર ઘેર નિમંત્રણ પાઠવ્યું

  • 5:26 pm January 7, 2024
સેહજાદ પઠાણ

 

 

ગામના કેવડિયા હનુમાનજી મંદિરે ખાતે મહા આરતી કરીને સમગ્ર અભિયાનનો આરંભ કર્યો 

કાલોલ તાલુકાના ડેરોલગામમાં રામમંદિરના નિમંત્રણ તરીકે આવેલા અક્ષત કુંભ, છબીઓ અને પત્રિકાઓનું ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજીને હનુમાનજી મંદિરે મહા આરતી કરીને ઘેર ઘેર નિમંત્રણ પાઠવ્યું હતું.

અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ભવ્ય રામમંદિરના નિર્માણની કામગીરી આખરી તબક્કામાં છે અને વિ.સં. ૨૦૮૦ પૌષ શુક્લ દ્વાદશી, તા- ૨૨/૦૧/૨૦૨૪ સોમવારના શુભ દિવસે ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને પગલે દેશભરમાં ભાવ ભક્તિ અને આનંદનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. જે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા સમસ્ત હિન્દૂ સમાજને અયોધ્યા દર્શન માટે આમંત્રણ પાઠવવા માટે દેશભરમાં અભિમંત્રિત અક્ષત કુંભ મોકલવામાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અભિમંત્રિત અક્ષત, શ્રીરામ લલ્લાની છબી અને માહિતી પત્રિકા રવિવારે ડેરોલગામમાં આવી પહોંચતા ગામના રામભક્તોએ અક્ષત કુંભને ભવ્ય શોભાયાત્રાથી વધાવીને કેવડિયા હનુમાનજી મંદિરે મહા આરતી કરીને અક્ષત, છબીઓ અને માહિતી પત્રિકાને ઘેર ઘેર પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત ડેરોલગામમાં આવેલા દરેક ધાર્મિક મંદિરોમાં નિમંત્રણ પાઠવીને રામ મંદિરની સંકલ્પના પરિપૂર્ણ કરવા માટે આશીર્વાદ લીધા હતા. સમગ્ર અભિયાનમાં મોટી સંખ્યામાં ગામના યુવાનો, વડીલો સહિત મહિલાઓ પણ જોડાઇ હતી.