કાલોલ તાલુકાના સાલીયાવ ગામેથી રૂ.૩૭,૨૬૦નો દારૂનો જથ્થો કાલોલ પોલીસ ઝડપી પાડયો

  • 5:26 pm January 7, 2024
સેહજાદ પઠાણ

 

કાલોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. જે.ડી.તરાલને શનિવારે સાંજે તાલુકાના સાલીયાવ ગામે રહેતો ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકીનાએ તેના પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારુનો જથ્થો ઉતાર્યો છે તેવી ચોક્કસ બાતમીને આધારે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે બાતમી મુજબના બુટલેગર ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં છાપો મારતાં મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ના હોય પોલીસે સઘન તપાસ કરતા મકાનમાંથી વિવિધ ભારતીય બનાવટની વિદેશી બ્રાન્ડની કુલ ૩૩૪ નંગ ક્વાટર / બીયરનો જથ્થો મળી આવ્યો હતો જે અંદાજિત કુલ રૂ.૩૭,૨૬૦ના મુલ્ય ધરાવતા પ્રોહીબેશનના મુદ્દામાલને પોલીસે કબ્જે કરીને રેઈડ પહેલા નાસી છૂટેલા બુટલેગર ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકી (રહે. સાલીયાવ) વિરુદ્ધ પ્રોહીબેશનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.