ઝાલોદ પોલિસ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન બે દુકાનો માંથી ચાઇનીઝ દોરા ઝડપાયા
- 5:27 pm January 11, 2024
ઉતરાયણ પર્વને લઈ સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરો ખરીદવો અને વેચવો ગુના પાત્ર છે તેનું કડક અમલ કરવાના આશયથી ઝાલોદ પોલિસ દ્વારા બાતમીને આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. ઉતરાયણ પર્વને લઈ વધુ કમાવવાની લાલચે અમુક વ્યાપારીઓ ચાઇનીઝ દોરા અને તુક્કલનુ વેચાણ કરતા હોય છે જે પશુ પક્ષી અને માનવજાત માટે હાનિકારક છે. ચાઇનીઝ દોરીના લપેટમા આવી કેટલાય પશુ પક્ષી અને માનવ જાત લપેટમાં આવી ઇજા પામે છે અને અમુક વિસ્તારોમાં મૃત્યુ બનવાની ઘટના પણ બનેલ છે.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચનાનું પાલન કરતા ઝાલોદ નગરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તેમજ વ્યાપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ન વેચે તે માટે ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલના માર્ગ દર્શન હેઠળ નગરના પી.એસ.આઇ માળી દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરેલ હતું. તે અન્વયે બાતમીને આધારે નગરના બે વ્યાપારીઓ પાસેથી ચાઇનીઝ ફિરકા નંગ 16 જેની કિમત આસરે 4800 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવેલ છે. અને ચાઇનીઝ દોરી વેચતા વ્યાપારીઓ પર કાયદેસરની કાર્યવાહી પણ ઝાલોદ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.