દેવલીયા ચોકડી ખાતે કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ તિલકવાડા પોલીસે લાલ આંખ કરતા વાહન ચાલકો માં ફફડાટ

  • 5:28 pm January 11, 2024
વસિમ મેમણ | તિલકવાડા

 

દરેક વાહન પર રેડિયમ લગાડી રાત્રી દરમિયાન થતા અકસ્માત ને રોકવા માટે કરાયો પ્રયાસ

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરી કાયદાનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. સાથે જ ટ્રાફિક ના નિયમો વિસે વાહન ચાલકો ને જરૂરી માહિતી પૂરી પડવામાં આવી. તે ઉપરાંત દરેક વાહનો પર રેડિયમ પટ્ટી લગાડી રાત્રી દરમિયાન થતા અકસ્માતો ને રોકવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો 

ભારતમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે. ટૂ-વ્હીલર આપણાં દેશમાં પરિવહનની લાઇફલાઇન છે, પરંતુ તે જોખમી પણ છે. કદાચ, ટૂ-વ્હીલર ધરાવતા વ્યક્તિઓની વધુ સંખ્યા એ ટૂ-વ્હીલર અકસ્માતો માટે જવાબદાર એક પરિબળ છે. ઘણી વાર તેઓ અકસ્માતનો શિકાર બનતા હોય છે. ત્યારે સરકાર તરફથી વાહન ચાલકો માટે અને લોકોની સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ ઘણીવાર વાહન ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. આવા લોકોને કાયદાનું પાલન કરાવવા માટે અને વાહન ચાલકોને કાયદાની સમજણ આપવા માટે પોલીસ દ્વારા અનેક વખત ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા ની આગેવાની હેઠળ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી અને આવતા જતા દરેક વાહન ચાલકો પાસે લાયસન્સ / પી.યુ.સી / ગાડી ના કાગર / સિટ બેલ્ટ / બાઇક ચાલકો પાસે હેલ્મેટ વિગેરે ચેકીંગ કરવામાં આવ્યું સાથે વાહન ચાલકો ને ટ્રાફિક ના નિયમો વિસે વિસ્તૃત માં સમજણ આપવામાં આવી. અને "વાહન ધીમે ચલાવો તમારા ઘરે પરિવાર રાજ જુવે છે" તેવો સંદેશ પાઠવવામાં આવ્યો ઉપરાંત આવતા જતા વાહનો ઉપર રેડિયમ લગાડવામાં આવ્યું જેથી કરી ને રાત્રી ના સમયે સામેથી આવતું વાહન દેખી શકાય અને થતા અકસ્માત ને રોકી શકાય તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તિલકવાડા પોલીસ ની આ કાર્યવાહી થિ વાહનચાલકો માં ફફડાટ પણ જોવા મળ્યો હતો.