સોમનાથ - રાધનપુર એસટી બસ ભાભર સુધી લંબાવવાની લોકોની માંગ

  • 5:29 pm January 11, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર ડેપોમાં ચાલતી સોમનાથ થી રાધનપુર બસ સાંજે 7.00 વાગે ઉપડે છે અને આ બસ બપોરે 3-30 કલાકે સોમનાથ થી રાધનપુર ઉપડે છે. જે સમય અનુકૂળ કરી ભાભર સુધી લંબાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.

રાધનપુર ડેપોની સોમનાથ બસ સાંજે 7.00 કલાકે રાધનપુરથી સોમનાથ જાય છે. જ્યારે બપોરે 3.30 કલાકે સોમનાથ થી રાધનપુર આવે છે. આ બસનો સમય ગોઠવી ભાભર સુધી લંબાવવા લોક માંગ ઉઠી છે. જેને લઇ ભાભર શહેર સહિત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરોને સુવિધાઓ મળી રહેશે તેમજ સરહદમાં આવેલ નડાબેટ માટે લોકોને આવવા-જવામાં પણ ફાયદો થઈ શકે છે. તેમજ કાઠીયાવાડ, રાજકોટ, વીરપુર, સોમનાથ રહેતા ભાભર, વાવ અને દિયોદર તાલુકાના લોકોને પણ રાહત થઈ શકે છે. જો આ બસ સમય મુજબ ચાલુ કરાય તો ભાભર સહિત આજુબાજુના ગામ લોકોને સવલત મળશે તેમજ રાધનપુર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પણ ભાભર આવવા સરળતા રહેશે.જેને લઇને ભાભર ગ્રામ્ય વિસ્તારો અને રાધનપુર ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે.