હળવદ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોનો મામલે બેઠકનું આયોજન કરાયું
- 5:30 pm January 11, 2024
હળવદ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા આયોજીત હળવદની બ્રાહ્મણની ભોજન શાળા ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન તેમજ વિવિધ પ્રશ્નોનો મામલે બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મોરબી જિલ્લાના મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ તેમજ હળવદ તાલુકાના મધ્યાહન ભોજન મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો સંચાલકોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
હળવદ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા આયોજીત નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન તેમજ મધ્યાહન ભોજન ના કર્મચારીઓને પગાર વધારવા મામલે હાલ દિલ્હીમાં મધ્યાહન ભોજન મંડળ દ્વારા પગાર વધારવા અને વિવિધ પ્રશ્નોનો મામલે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આગામી દિવસોમાં પગાર વધારવાની સંચાલક રસોયાની માંગ સંતોષવા મા આવે ક તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ સુખડીમાં બાળક દીઠ ૭૪ પૈસા ચાલી રહ્યા છે આવી મોંઘવારીમાં ૭૪ પૈસા ખર્ચ ઓછુ પડે છે સુખડીની પેશગી પૈસા વધારવામાં આવે તેવી પણ માંગ કરી હતી તેમજ સુખડીનો જથ્થો અલગ ફાળવવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું તેમજ નવા વર્ષ નિમિત્તે મધ્યાહન ભોજન ના કર્મચારીઓના ભાઈઓ અને બહેનો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે મોરબી જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરસિંહ ઝાલા . મોરબી જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના ઉપપ્રમુખ વાઘજીભાઈ રબારી .હળવદ મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ લાલજીભાઈ ચાવડા .હળવદ મધ્યાહન ભોજન મહામંત્રી રવિભાઈ ગોસાઈ .ટંકારા ના પ્રમુખ આર.બી ઝાલા .વાકાનેર પ્રમુખ .વિપુલભાઈ કોટક. માળિયાના પ્રમુખ લક્ષ્મણભાઈ ચાવડા અને મહિલા સંચાલક અને મોરબી મધ્યાન ભોજન કમિટીના સભ્ય ધર્મિષ્ઠાબેન મિસ્ત્રી અને હંસાબેન રાતૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના મધ્યાહન ભોજન કર્મચારીના સંચાલકો રસોયો મદદનીશ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.