પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા વડીલ વંદના સાથે શ્રવણ યાત્રા સ્વરૂપે એક દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો..
- 5:33 pm January 11, 2024
સમાજના 65 થી 75 વર્ષ ઉપરની ઉંમર ધરાવતા વડીલોએ ધાર્મિક પ્રવાસ માણી ધન્યતા અનુભવી...
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા સમાજના 65 થી 75 વર્ષથી ઉપરની ઉંમરના 180 વડીલોને વડીલ વંદના સાથે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સહિત અન્ય ધાર્મિક સ્થાનકો નો એક દિવસીય શ્રવણ યાત્રા સ્વરૂપે ધાર્મિક પ્રવાસ બુધવારના રોજ કરાવવામાં આવ્યો હતો.
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ રચિત યુવા ટીમ દ્વારા ટુક જ સમયમાં અનેકવિધ સેવાકીય, સાંસ્કૃતિક,શૈક્ષણિક અને સમાજલક્ષી સુંદર કાર્યો કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરી છે.
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગમાં શ્રીરામ ચરિત માનસ સુંદરકાંડ,સમાજલક્ષી અને શૈક્ષણિક લક્ષી પ્રજાપતિ સમાજ એવોર્ડ સન્માન કાર્યક્રમ બાદ પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા બુધવારના રોજ સમાજના 65 થી 75 વર્ષની ઉપરની ઉંમર ધરાવતા 180 વડીલોને વડીલ વંદના સાથે શ્રવણ યાત્રા ધાર્મિક પ્રવાસનું પણ સુંદર અને ભક્તિ સભર માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે 6-00 કલાકે ત્રણ લકઝરી બસમાં ચા- પાણી- નાસ્તો અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા સાથે વડીલો ના આરોગ્ય ને ધ્યાનમાં રાખીને મેડિકલ સારવાર માટે બે ડોકટરો અને સમાજના 10 યુવાનો ની ટીમને શહેર ના જુના ગંજ બજાર ખાતે થી પ્રજાપતિ સમાજ ના અગ્રણી અને વૃંદાવન ડેવલોપર્સ પરિવારના નવનીતભાઈ પ્રજાપતિ, પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સ્વામી, પિયુષભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સ્વામી દિનેશભાઈ ડેની સહિતના
ઓએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ધાર્મિક પ્રવાસ દરમ્યાન વડીલોને 12 જ્યોતિર્લિંગ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર,લંબે હનુમાન મંદિર,ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર, આશાપુરા માતાજી મંદિર, ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર, લાસુન્દ્રા ગરમ પાણીના કુંડ અને ડાકોરના શ્રી રણછોડરાય જી મંદિર ના દશૅન કરાવી રાત્રે 1-00 વાગ્યે પરત પ્રસ્થાન પાટણ કરાવવામાં આવ્યું હતું.
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા સૌપ્રથમવાર આયોજિત કરાયેલ વડીલ વંદના સાથેની શ્રવણયાત્રા સ્વરૂપેના આ ધાર્મિક
પ્રવાસ ના આયોજનને સફળ બનાવવા ટીમના મહેશભાઈ દલવાડી, શાંતિભાઈ સ્વામી યશ
પાલ સ્વામી, ઇશ્વરભાઇ જય ભોલે, દિપકભાઈ,
વિજયભાઈ, કનુભાઈ, મુકેશભાઈ, પ્રવીણભાઈ, હરનીષભાઈ, જગાભાઈ
,ચિરાગભાઈ, સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલ આ એક દિવસીય ધાર્મિક યાત્રા પ્રવાસ ના આયોજનની યાત્રા પ્રવાસમાં જોડાયે લા સમાજના વડીલો એ પણ મુક્ત મને સરાહના કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.