સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો...
- 5:34 pm January 11, 2024
પાટણના સાતલપુર ખાતે શ્રી સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ ગૌભક્ત મહંત વિષ્ણુગીરી ના અધ્યક્ષ સ્થાને અને ભાગવતાચાર્ય મૂળ સાંતલપુરના વતની અને હાલમાં અમેરિકા સ્થિત ભરતભાઈ રાજગોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.
શ્રી સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના આયોજિત સ્નેહમિલન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભરત
ભાઈ રાજગોરે જણાવ્યું હતું કે બ્રાહ્મણ એકતા થકી જ બ્રાહ્મણ સમાજ વિકાસ કરી શકશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષ
ભાઈ આચાર્યએ પણ બ્રહ્મ સમાજની ઉન્નતી માટે શિક્ષણને પ્રાધાન્ય આપવા આગામી દિવસો
માં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે યુપીએસસી જીપીએસસી માટેના ટ્રેનિંગ અને માર્ગદર્શન માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી બ્રહ્મ સમાજનું પાટણ જિલ્લામાં મજબૂત સંગઠન બનાવવા અને સમાજના વિકાસમાં સહભાગી બનવા સૌને અપીલ કરતાં સમસ્ત સાંતલપુર બ્રહ્મ સમાજે તેઓની અપીલને ધ્યાનમાં રાખીને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સાથે સમસ્ત સાંતલપુર તાલુકા બ્રહ્મ સમાજ જોડાય છે તેવી જાહેરાત કરી હતી.
સાંતલપુર ખાતે આયોજિત કરાયેલા શ્રી સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજ ના સ્નેહમિલન કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના મહામંત્રી વિનોદભાઈ જોશી, જાણીતા એન્કર અને પ્રવક્તા અશોકભાઈ ત્રિવેદી, સરસ્વતી તાલુકા બ્રહ્મ સમાજના આગેવાન નર્મદા શંકર જોશી સહિત ના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો.
આ સ્નેહમિલન સમારોહ ને સફળ બનાવવા સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિશાલ
ભાઈ રાજગોર, ઉપપ્રમુખ સુરેશભાઈ રાવલ, મંત્રી અરવિંદભાઈ ઓઝા, સહમંત્રી હરેશભાઈ રાજગોર, ખજાનચી રાજેશભાઈ રાજગોર સહિતના સભ્યો અને યુવા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.