પ્રાંતિજની શાળાઓમાં ઇંગલિશ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું
- 5:34 pm January 11, 2024
સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજની 10 શાળાઓની અંદર બાળકોની પ્રતિભા માટે પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન, SAP અને અમુલ દ્વારા ચાલતા પ્રોજેક્ટ કોડ ઉન્નતી કોમ્પ્યુટર તથા અંગ્રેજી શિક્ષણના વર્ગો અંતર્ગત શાળા કક્ષાના લેવલે ડિજિટલ મેલા તથા ઇંગલિશ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું જેમાં ૧૦ શાળાના બાળકો જેવી કે( અંબાવાડા,જીંજવા, સોણાસણ, તાજપુર, ઘડકણ બેરણા,હડિયોલ,હાથરોલ,રાયગઢ,ની સ્કૂલોએ ભાગ લીધો હતો ગત વર્ષે ની જેમ આ વર્ષે પણ બાળકોએ વિવિધ TLM અને ચાર્ટ મોડલ તૈયાર કરી પ્રદર્શન સ્કૂલ લેવલે કહ્યું હતું વાલીઓ,સ્કૂલનાં આચાર્ય ,ગામના સરપંચ તથા શિક્ષકગણ આ પ્રદર્શન નિહાળવા આવેલા હતા.પૂરા વર્ષ દરમિયાન બાળકો એ જે અંગ્રેજી અને કોમ્પ્યુટર નું શિક્ષણ પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન તેના દ્વારા આપવામાં આવેલ તેની નાનકડી ઝલક બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે અવાર નવાર કોમ્પ્યુટર અને અંગ્રેજીના શિક્ષણ માટે પ્રયત્નો કરવામાં આવે છે તે બાળકો માટે ચેમ્પિયન સ્પર્ધા બાળકો માટે કરવામાં આવી હતી જેમાં પ્રથમ દ્વારા આપવામાં આવેલી લાઇબ્રેરી કીટ માંથી પુસ્તકો વાંચી અને નાનકડી સ્પર્ધા 10 સ્કૂલમાં કરવામાં આવી જેથી બાળક બાળકો વાંચન તરફ પ્રેરાય.