પ્રેમીથી પીડિત મહિલાની મદદે ડાંગ ૧૮૧ મહિલા અભયમ ટીમ

  • 5:37 pm January 11, 2024
સુશીલ પવાર | ડાંગ

 

આહવા તાલુકાના નજીકના એક ગામમાંથી પીડિત મહિલાનો કોલ આવતા તેઓ જણાવે છે કે તેઓના પ્રેમી નું અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ ઘરમાં હેરાન ગતિ કરે છે. કોલ મળતાની તરત જ 181 મહિલા અભયમ ટીમ ના નેહા મકવાણા તેમજ ચંદન પટેલ ઘટના સ્થળ પર પહોંચ્યા જ્યાં જઈને જાણવા મળ્યું કે પીડિત મહિલા સાત વર્ષથી પ્રેમી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા જ્યાં હાલ પ્રેમીને અન્ય સ્ત્રી સાથે સંબંધ થતાં પ્રેમી ઘરમાં પીડિતા ને તું મારા પર ખોટો વહેમ કરે છે , તુજ એવી છે તારે બીજે સંબંધ છે  અપ શબ્દો બોલી ને હેરાનગતિ કરે છે તેમજ પીડિત મહિલા માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગયેલ હોય તેમ જણાતા હતા જેથી  181 ટીમ એ સાપુતારા  she ટીમ ની મદદ લઈ ને પીડિત મહિલા તેમજ પ્રેમી ને અન્ય યુવતી સાથે સબંધ છે તે બંને મહિલા નું કાઉન્સિલિંગ કરીને ગામ વચ્ચે  મામલો થાળે પડ્યો હતો.