શામગહાન નજીક આઈસર ટેમ્પો ચાલકે મોટરસાયકલને અડફેટમાં એક યુવકનું મોત, બીજો યુવક ઇજાગ્રસ્ત બનતા સારવાર હેઠળ..
- 5:39 pm January 11, 2024
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.04.એ. ડબ્લ્યુ.7639નાં ચાલકે સાપુતારાથી શામગહાનને જોડતા ઘાટમાર્ગનાં શામગહાન-આહવા ત્રણ રસ્તા પાસેનાં ઉતરાણમાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શામગહાન તરફથી કાહડોંળઘોડી ગામ તરફ જઈ રહેલ મોટરસાયકલ. ન.જી.જે.30.ઈ.3207ને સામેથી અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં મોટરસાયકલ ચાલક નામે કિરણભાઈ દિનેશભાઇ ભોયે ઉ.19.રે.કાહડોંળઘોડી તા.આહવા જી.ડાંગને માથાનાં તથા પગનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. જ્યારે મોટરસાઇકલ પર સવાર અન્ય યુવાન નામે રાહુલભાઈ રઘુભાઈ જગતાપને પણ માથાનાં ભાગે અને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને પ્રથમ 108 મારફતે સારવારના અર્થે શામગહાન બાદ આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં આ યુવકની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.વધુમાં આ અકસ્માત કરનાર આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો.હાલમાં આ અકસ્માત સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે આઈસર ચાલક સામે ગુનો નોંધી વધુ શોધખોળ આરંભી છે.