મુડેઠા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું....
- 5:40 pm January 11, 2024
ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેક ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે. લાભાર્થીઓને સ્થળ પર આયુષ્માન કાર્ડ આવક ના દાખલા જમીન ચકાસણી ના અને ઘણા બધા કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ડીસા તાલુકાના મુડેઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા મુડેઠા પ્રાથમિક શાળાની બાળાઓ દ્રારા કુમકુમ તિલક અને સ્વાગત ગીતથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ 17 જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. જેમાં પાત્રતા ઘરાવતા લાભાર્થીઓને ગેસ કનેકશન તથા આયુષ્માનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વ્હાલી દિકરી યોજનાનો વધુ લોકો લાભ લે અને સરકારશ્રીના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બને એ બદલ લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા. સાથે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પનસિંહ સોલંકી, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલ્કેશભાઈ જોષી, મુડેઠા સરપંચ વિનાજી રાઠોડ, ભીલડી મંડળના ઉપપ્રમુખ દશરથસિંહ રાઠોડ, ભીલડી મંડળના કોષાધ્યક્ષ ગમનસિંહ રાઠોડ, પુર્વ ડેલીકેટ બચુજી ભીખાજી રાઠોડ, જયરામભાઈ જોષી, સોમજી રાઠોડ, જિલ્લા પોલીસ સલાહકારના સભ્ય કંચનજી ઠાકોર, વજેરામભાઈ જોશી, પુર્વ ડેપ્યુટી સરપંચ મણાજી રાઠોડ, સાદુલસિહ રાઠોડ, બનેસિહ રાઠોડ, પ્રભાતસિંહ રાઠોડ, મુડેઠા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઇ પુરોહિત, મુડેઠા તલાટી અવિનાશ રાવ, ગોગાપુરા, વડલાપુરા તલાટી ચેહરાભાઈ મોદી, રેવન્યુ તલાટી ભારતીબેન ઠાકોર, મુખ્ય સેવિકા પુષ્પાબેન સોલંકી, ગ્રામ સેવક ગણપતભાઈ, મુડેઠા આરોગ્ય સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આશાવર્કર બહેનો, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.