સાંતલપુર તાલુકાના પરસુંદ ગામ ખાતે "નર્મદા નેનો યુરિયા કંપની" દ્વારા પરસુંદમાં ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ

  • 5:41 pm January 11, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

ખેડૂત વર્ગને ને સમય ની સાથે પાણી બચાવ: ડ્રોન દ્વારા ખેતી અને ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામ ખાતે ખાતે ખેડૂતો જાગૃત બને અને ખેડૂતોના સમય સાથે પાણીનો બચાવ થાય તેવા પ્રયત્નો ને લઇને સરપંચ દ્વારા પોતાના ખેતરમાં  ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરાયો હતો.જે  "નર્મદા નેનો યુરિયા કંપની" દ્વારા ખેડૂતો ને ગામમાં યોગ્ય માર્ગદર્શન સાથે ખેતી વિષે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.

પરસુંદ ગામના જાગૃત સરપંચ દ્વારા "આઇ ખેડૂત એપ" પર online અરજી કરી હતી અને આ યોજનાનો સંપૂર્ણ લાભ લીધો હતો.સાથેજ સરપંચ દ્વારા ગામનાં ખેડૂત મિત્રો ને પોતાના ખેતર બોલાવી આ યોજના વિશે વિસ્તૃત ચર્ચા કરી ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો એ નિહાળવા અને લાભ લેવા અનુરોધ કર્યો હતો.પરસુંદ ગામના જાગૃત સરપંચ વેલાજીના ખેતર માં ડ્રોન દ્વારા ખેતર માં દવા નો છંટકાવ કરવામાં આવ્યો એ સમગ્ર ગામનાં ખેડુતોએ પણ નિહાળ્યો હતો.

આમ , સાંતલપુર તાલુકાના પરસુંદ ગામ ખાતે સરપંચ દ્વારા ઓનલાઇન અરજી કરતા "નર્મદા નેનો યુરિયા કંપની" નાં અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ડ્રોન દ્વારા ખેડૂતોને કેવી રીતે ખેતી કરવી અને કયા કયા ફાયદાઓ છે તે વિષય પર અને આ પદ્ધતિ અપનાવી ખેડૂત વર્ગને ને સમય અને પાણી નો બચાવ થાય તેવા હેતુ થી આવનાર અધિકારી અને સરપંચ દ્વારા  ગામનાં ખેડૂતોમાં ડ્રોન દ્વારા કરાતી ખેતી વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 "આઇ ખેડૂત એપ" નો ખેડૂતો મોટા પ્રમાણ માં ઉપયોગ કરે તેમજ આ વેબસાઈટ પર જઈને ખેડૂતો પોતાનું ફોમ ભરી અરજી કરે અને આવા આધુનિક યુગમાં ખેડૂતો આવી ખેતી પર ભાર મૂકી ખેતી અર્થે જોડાય તેવા સરપંચ સહિત આવનાર અધિકારીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ખેડૂતોમાં જાગૃતિ આવે અને આઈ ખેડૂત એપ નો ઉપયોગ કરી અરજી કરી લાભ મેળવે તેવા અભિયાન અંતર્ગત અને બીજા ખેડૂત મિત્રો પણ "આઇ ખેડૂત એપ" પર online અરજી કરે તો તેમને પણ ઘરે બેઠા કંપની ના લોકો આવીને દવા નો છંટકાવ કરી જાય તે વિષય પર "નર્મદા નેનો યુરિયા કંપની" દ્વારા ખેડૂતો વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.તો સાથેજ ગામનાં જાગૃત સરપંચ એ વધુમાં જણાવતાં કહ્યું કે "નર્મદા નેનો યુરિયા કંપની" દ્વારા ખેડૂતોને અનેક લાભો થાય છે .સાથે સમય નો બચાવ અને ઓનલાઇન અરજી કરવાથી સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.ત્યારે સૌ કોઈ ખેડૂત મિત્રો આનો અવશ્ય લાભ લેવો જોઈએ તેવું ગામનાં સરપંચે જણાવ્યું હતું..