રાધનપુર ખાતે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાતા વાહનોની લાગી લાંબી કતારો: રાધનપુરમાં ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વધી...

  • 5:42 pm January 11, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

રાધનપુર ખાતે ગંજ માર્કેટ થી લઈને હાઇવે ચાર રસ્તા સુધી સતત ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા...વાહનચાલકો સહિત બસના મુસાફરો અટવાયા

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે છેલ્લા કેટલાક સમય થી લઈને ટ્રાફિક ની સમસ્યા અવર નવાર જોવા મળી રહી છે.ત્યારે ફરી 11જાન્યુઆરીનાં બપોરે આશરે 12 વાગ્યા ની આસપાસ ટ્રાફિકજામનાં દર્ષ્યો સર્જાયા હતાં. રાધનપુરના ગંજ માર્કેટ થી લઈને હાઇવે ચાર રસ્તા સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.જેમાં અનેક રીક્ષા ચાલકો બાઇક ચાલકો અને ટ્રક થી લઈને એસ.ટી બસ આ ભારે ટ્રાફિક માં ફસાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે ચડ્યા હતા.રાધનપુર ખાતે આવેલ ગંજ માર્કેટ થી લઈને હાઇવે ચાર રસ્તા સુધી સતત ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.જેમાં અનેક વાહનચાલકો સહિત બસના મુસાફરો અટવાયા હતા.

તો બીજી તરફ જોવા જઈએ તો ટ્રાફિક ની રાધનપુરમાં રોજની રામાયણ જોવા મળી રહી છે.છેલ્લા કેટલાક સમય થી લઈને વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા ટ્રાફિક ની સમસ્યા પણ વધી છે.ત્યારે રાધનપુર ખાતે ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો વારંવાર પરેશાન બની રહ્યા છે.અને સત્વરે ટ્રાફિક સમસ્યા હળવી થાય કોઈ નિવારણ આવે તેવા યોગ્ય પગલાં લઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ શહેરીજનો સાથે ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ કરી રહ્યા છે.

આજે થયેલા ટ્રાફિકજામનાં દ્રશ્યો સતત 1 કિમી સુધી જોવા મળ્યા હતા અને આ ટ્રાફીકમાં અનેક વાહનચાલકો સહિત એસ.ટી બસ ટ્રાફિકમાં ફસાતા મુસાફરો અટવાયા હતા.ત્યારે રાધનપુરમાં ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે તો આ વિષય પર તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.