સરસ્વતી તાલુકાના વધાસર ગામે રથનું ઉમળકાભેર સ્વાગત કરતા ગ્રામજનો
- 5:43 pm January 11, 2024
વિકસિત ભારત સંકલ્પયાત્રાને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ સંકલ્પયાત્રાના રથ થકી અનેક ગ્રામજનોએ પોતાના ઘર આંગણે જ અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો છે. આ યોજનાઓનો લાભ લોકોને આસાનીથી મળી રહે અને કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે શરૂ કરાયેલ વિકસિત ભારત સંકલ્પયાત્રા અંતર્ગત આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વધાસર ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 200 થી વધુ લોકોએ ભાગ લઈને યોજનાઓ અંગે માહિતી મેળવી હતી અને લાભ લીધો હતો.
સરસ્વતી તાલુકાના વધાસર ગામે પહોંચેલા વિકસિત ભારત સંકલ્પયાત્રાના રથનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતુ. આ રથ મારફતે તેઓએ સરકારએ કરેલા વિવિધ કામો અને વિવિધ યોજનાકીય માહિતી અંગેની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આજરોજ આયોજીત કાર્યક્રમમાં 289 લોકોએ લાભ લીધો હતો. તેમજ હેલ્થ કેમ્પ અંતર્ગત 263 લોકોનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતમાં આયોજીત ડ્રોન શોમાં કુલ 289 લોકોએ ભાગ લીધો હતો. અને ડ્રોનથી મળતા ફાયદા વિશે જાણકારી મેળવી હતી. કાર્યક્રમમાં લોકોને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે, ખેતીવાડીને લગતી યોજનાઓ, પશુપાલન, આરોગ્ય, તેમજ આઈ.સી.ડી.એસ. વગેરેને સંલગ્ન યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને સ્થળ પર આ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.કાર્યક્રમમાં આગેવાનો ઠાકોર ભરતસિંહ, ચેતનાબા રાજપૂત, શર્માજી ઠાકોર, ભરતભાઈ દેસાઈ, શંકરભાઈ ચૌધરી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.