રાજુલા શહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી
- 5:44 pm January 11, 2024
મૌલિક દોશી | અમરેલી
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જેને લય અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ આજ રોજ રાજુલા ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે રાજુલા ટાઉનમાં બાવળીયાવાડી વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપીવની કાર્યવાહી હાથ ધરાઈ હતી.