વડોદરા શહેરના કાસમ આલા કબ્રસ્તાન વિસ્તારમાં આવેલા નિર્માણાધીન રિમાન્ડ હોમ પાસે કચરાપેટી બની ગઈ

  • 5:47 pm January 11, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

સ્વચ્છ ભારત મિશન સફળ કરવા સરકાર કટીબદ્ધ પરંતુ અધિકારીઓમાં ઈચ્છા શક્તિનો અભાવ..!

વડોદરા શહેરના કાસમ આલા કબ્રસ્તાન વિસ્તારમાં આવેલા નિર્માણાધીન રિમાન્ડ હોમ પાસે કચરાપેટી બની ગઈ છે. તંત્રની બેદરકારી એટલી હદે વધી ગઈ છે અહીં કચરાપેટી બની ગઈ અને અધિકારીઓ નિંદ્રાધીન છે આ તસવીરો છે શહેરની મધ્યમાં આવેલા કારેલીબાગ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગની. અહીં નવું રિમાન્ડ હોમ બની રહ્યું છે. જો કે  આ કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે. આથી વિશેષ અહીં કોઈ ધ્યાન રાખનાર નથી જેના કારણે લોકો અહીં ભંગાર મુકતા થઈ ગયા છે. અહીં પાલિકાના સફાઈ સેવક જ કચરો ઠાલવે છે. પાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે આ વિસ્તાર કચરાપેટીમાં તબદીલ થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં ભૂતકાળમાં પાલિકાના પદાધિકારીઓ અને દબાણ શાખાની ટીમ પર હુમલો થયો હતો.એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરે છે ત્યારે આવી ઘોર બેદરકારી અધિકારીઓની ઈચ્છા શક્તિની પોલ ખોલે છે.