ઇંગલીશ દારૂના ગેરકાયદેસર ધંધા સાથે ગુનામા સંડોવાયેલા "બુટલેગર ઇસમ"ને પાસા હેઠળ “પોરબંદર મધ્યસ્થ જેલ" ખાતે મોકલી આપતી વડોદરા શહેર મકરપુરા પોલીસ

  • 5:48 pm January 11, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહીની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મે.પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત  તથા અધિક પોલીસ કમિશ્નર  મનોજ નિનામા  તથા  પોલીસ કમિશ્નર "ઝોન-૦૩" લીના પાટીલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર , "એફ" ડીવીઝન પ્રણવ કટારીયા p નાઓ તરફથી અગાઉ પ્રોહી- જુગારની પ્રવૃત્તિની ટેવવાળા સક્રીય એવા પકડાયેલા ઇસમો અને પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર અસરકારક રેઇડો કરી તેઓ વિરુધ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવા અંગેની સુચનાઓ આધારે મકરપુરા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટ જે એન પરમાર સાહેબ શ્રી નાઓએ આરોપી (૧) જીતેંદ્ર ઉર્ફે જીતો કાળીદાસ પાટણવાડિયા ઉવ- ૩૯ રહે- મકરપુરાગામ બ્રાહ્મણફળીયુ વડોદરા તથા મકાન નં ૩૦૭, ડ્રીમ હેરીટેજ, બેસીલ સ્કુલની પાછળ, જામ્બુવા વડોદરા શહેર નાને મકરપુરા પો.સ્ટેશ. પાર્ટ- (સી) ૧૧૧૯૬૦૧૬૨૩૦૮૦૨ /૨૩ પ્રોહી એક્ટ કલમ ૬પાઇ) ,૮૧,૯૮(૨),૧૦૮ મુજબના ગુનાના કામે પોલીસ કમિશ્નર સાહેબ શ્રી નાઓના હુકમ ક્રમાંક: પી.સી.બી/પાસા/ડીટીએન/૦૫/૨૦૨૪ તા.૧૦/૦૧/૨૦૨૪ આધારે ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ પ્રતિબંધક ધારા સને ૧૯૮૫ ની કલમ ૩(૨) મુજબ કલમ રાબી) અન્વયે પ્રોહી બુટલેગર તરીકે પાસા વોરન્ટ ઇસ્યુ કરતા વોરંટની બજવણી કરી "પોરબંદર મધ્યસ્થ જેલ" ખાતે મોકલી આપવા તજવીજ કરવામા આવેલ છે.