તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ શહેરાની એસ.જે દવે હાઇસ્કુલ ખાતે યોજાયો

  • 6:59 pm January 11, 2024
આફતાબ શેખ | પંચમહાલ

 

સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2024 અંતર્ગત શહેરા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ શહેરાની શ્રીમતિ એસ.જે દવે સાર્વજનિક હાઇસ્કુલ ખાતે તારીખ 10/01/2024 બુધવાર ના રોજ યોજવામાં આવ્યો હતો. ઓપન વિભાગ ની પહેલી ટીમ રમાડતા શહેરા વિનય કોલેજ ની જીત થઈ હતી. અન્ડર 14 સ્પર્ધા ની અંદર કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી નવાગામ પ્રાથમિક શાળા ટીમ પ્રથમ વિજેતા થઈ હતી અન્ડર 17 ભાઈઓની અંદર સુરેલી હાઈસ્કૂલ પ્રથમ વિજેતા થઈ હતી ઓપન વિભાગની અંદર લક્ષ્મણપુરા ગામ વિજેતા થયું હતું

આ કબડ્ડી માં પી.ટી.ના શિક્ષક એ.દવે સહિત પી.ટી ના શિક્ષકોએ કામગીરી કરી હતી. આ પ્રસંગે શ્રીમતિ એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલ શાળાના રમત- ગમત ના શિક્ષક અમિશ દવે અને તમામ પી.ટી શિક્ષકોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.