નસવાડીમાં ઉતરાયણના પર્વની ઉજવણી માટે યુવા ધનમાં ભારે થનગણાટ..

  • 7:17 pm January 11, 2024
અલફેઝ પઠાણ

 

 

પ્રાપ્ત વિગતો  અનુસાર નસવાડી તાલુકા ના ૨૧૦ ગામોમાંથી નસવાડી ખાતે આવેલા પતંગ બજાર માં પતંગ અને દોરાની ખરીદી માટે યુવાનો નસવાડીના બજારમાં આવે છે ને ઉતરાયણ પર્વને  ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી બજારોમાં પતંગ રસિયાઓ ખરીદી માટે ઉમટીયા છે જ્યારે છેલ્લા ત્રણ દિવસથી વાદળ છાયુ વાતાવરણ રહે છે વાતાવરણ ઠંડુ હોવાથી પતંગ નો દોરો સુતનારા કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે રેલ સુતીયા બાદ દોરો સુકાતો નથી જેનાથી બીજા ગ્રાહકની રેલ સુતવામાં મુશ્કેલી પડે છે અને સમય વધારે જાય છે જ્યારે રે નસવાડીમાં અવનવા ડિઝાઇન ની પતંગો બનાવવામાં ડબગર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પતંગ બજાર  તાઇ સમાજ અને ડબગર સમાજ નું પ્રભુત્વ રહેલું છે જ્યારે આ વખતે મોંઘવારીના કારણે પતંગ બજારોમાં મોંઘવારી નો માર નળી રહ્યો છે ઉત્તરાયણ ના પર્વની ખરીદી કરવા માટે એક પરિવારને ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થઈ જતો હોવાથી અમુક પરિવારો આ ખર્ચથી મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં પર્વની ઉજવણી કરવા માટે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે જયારે આ વખતે શનિવાર અને રવિવાર સળંગ બે દિવસ રજા હોવાથી સરકારી કર્મચારીઓ પણ પઉતરાયણ ના પર્વની ઉજવણી વતનમાં કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. સળંગ 3 રજાઓ એક સાથે સરકારી કર્મચારીઓને મળશે એનાથી સરકારી કર્મચારીઓમાં પણ ઉતરાયણ ના પર્વનો થનગણાટ જોવા મળી રહ્યો છે.