વડોદરા ગામમાં ખંભાળિયા વગર તલાવડી પાસે ભેંસોના તબેલામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી વરણામાં પોલીસ
- 7:19 pm January 11, 2024
મુકેશ અઠોરા | કરજણ
સૂત્રોને મળતી માહિતી મુજબ વરણામા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વડદલા ગામમાં ખંભાળિયા વગા તલાવડી પાસે આવેલા ભેંસોના તબેલામાં અજય ઉર્ફે ભર્યો જશવંતસિંહ પઢીયાર એ પોતાના તબેલામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી રાખ્યો છે તેવી ચોક્કસ બાકી મળતા વરણામાં પોલીસે બાતમી વાળી જગ્યાએ તબેલામાં રેડ કરતા કાચના તેમજ પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ ૩૦૯ જેની કુલ કિંમત ૩૫,૬૦૦/ રૂપિયાનો મુદ્દા માલ મળી આવ્યો હતો. પરંતુ બુટલેગર અજય ઉર્ફે ભુરીયો જશવંતસિંહ પઢિયાર નાસી છૂટવામાં સફળ બન્યો હતો. વરણામાં પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરી ની બુટલેગર અજય ઉર્ફે ભુરીયા વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી બુટલેગર ભુરીયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.