આટિયાવાડ સરપંચએ ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતોત્સવ યોજી નારી શક્તિઓને રમત સાથે ફિટ અને હેલ્દી રહેવા કર્યો પ્રોત્સાહિત
- 7:36 pm January 11, 2024
આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સરકારની 'ખેલો ઇન્ડિયા' પ્રોગ્રામ સાથે જોડાઈ નારી શક્તિઓને રમત-ગમત સાથે ફિટ અને હેલ્દી રહેવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આટિયાવાડ સરપંચ ઉર્વશીબેન પટેલે આજે નેતાજી સુભાષચંદ્ર બોસ સ્ટેડિયમ ગ્રાઉન્ડે પુરૂષો, બાળકો સાથે મહિલાઓ માટે પણ રમતોત્સવના શાનદાર આયોજન કર્યુ હતું. સરપંચ ઉર્વશીબેન પટેલે આ ફિટ ઇન્ડિયા રમતોત્સવના ઉદધાટન કરી રમતવીરો સાથે પ્રતીકાત્મકે રમત રમીને રમતવીર નારી શક્તિઓને પણ પ્રોત્સાહિત કરી હતી. રમતવીર નારી શક્તિઓએ ક્રિકેટ, દૌડ, દોરડા ખેંચ જેવા રમતોમાં સારૂ એવું પ્રદર્શન કર્યુ હતું. બાળકો માટે પણ રમત રમાયુ હતું. બાળકોના ઉત્સાહ પણ જોવા જેવું હતું. પુરૂષોએ ક્રિકેટ ટૂર્નામેંટમાં રોમાંચક ખેલના પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આમરણ ફળિયાની ટીમ વિજેતા અને આટિયાવાડની ટીમ ઉપ-વિજેતા બની હતી. ક્રિકેટ સહિત ઉપરોક્ત બધી રમતોના વિજેતા ટીમો અને રમતવીરોને સરપંચ ઉર્વશીબેન પટેલના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. સરપંચશ્રીએ રમતવીરો સાથે નારી શક્તિયોને પણ સમયાંતરે રમવા સાથે યોગ કરી ચુસ્ત-દુરસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કર્યુ હતું.