પાટણના સમી તાલુકાનું દાઉદપુર ગામ બન્યું રામમય: ડીજેનાં તાલે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ
- 7:38 pm January 11, 2024
સમસ્ત ગ્રામજનો સહિત 200થી વધું વિધાર્થીઓએ સામુહિક સુંદરકાંડ સાથે રામધૂન બોલાવી રામ મહોત્સવનું આયોજન કરાયું..
પાટણ જિલ્લાના સમી તાલુકાનું દાઉદપુર ગામ આજે રામમય બન્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે દાઉદપુર ગામની શાળામાં આબેહૂબ અયોધ્યા નગરી તૈયાર કરી 200 થી પણ વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક સુંદરકાંડ અને રામધુન બોલાવી રામ મહોત્સવ ઉજવ્યો હતો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે જેને લઇ સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે સમસ્ત ગામમાં અને રામજી મંદિર પરિસર ખાતે રામ મહોત્સવની ઉજવણી ડીજે નાં તાલે કરવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ અયોધ્યા નગરીની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી.જ્યાં ભગવાન શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણ અને હનુમાનજી વનવાસથી પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ દ્વારપાલ, ઋષિમુનિ સહિતના પાત્રો ભજવ્યા હતા અને 200થી પણ વધુ છાત્ર એ એક સાથે સુંદરકાંડના પાઠ કરી રામધૂન બોલાવી હતી.રામાયણના પત્રોમાં સજ્જ થઈ બાળકોએ એકસાથે રામધૂન બોલાવી સુંદરકાંડનો પાઠ કરતા સમગ્ર ગામ રામમય બની ગયું હતું. અને મોટી સંખ્યામાં ગામનાં યુવાનો આરએસએસ નાં યુવાનો અને હિન્દુ સંગઠનના હોદ્દેદારો સભ્યો ઊપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે Rss કાર્યકરો, હિંદુ સંગઠન નાં યુવાનો ,ગામનાં સરપંચ સહિત બજરંગદળ નાં કાર્યકરો અને સાધુ સંતો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.